Namo Saraswati Yojana: ધોરણ 11 અને 12 મા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળશે ₹25,000 ની સહાય

Namo Saraswati Yojana: નમસ્કાર મિત્રો, આપણે કેન્દ્ર સરકાર દ્વારા તેમજ ગુજરાત રાજ્યની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણની આગળ વધારવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. અને તેના માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે નમો લક્ષ્મી યોજના, વ્હાલી દિકરી યોજના વગેરે. અને અત્યારે સરકાર દ્વારા શિક્ષણની એક નવી યોજના બહાર પાડવામાં આવેલી છે જેનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. અને આ યોજનાનો લાભ એ તેની પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓ મેળવી શકે છે. જણાવી દઈએ કે સરકારની આ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે રૂપિયા 25,000 ની આર્થિક સહાય કરવામાં આવશે. આજના આ લેખમાં અમે તમને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે માહિતી આપીશું.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના | Namo Saraswati Yojana

આજના વર્તમાન સમયમાં એ વિજ્ઞાન અને ટેકનોલોજી નો જમાનો આવી ગયો છે તેનું મહત્વ વધી ગયું છે. અને તેની સાથે અત્યારે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલા રહે તેના માટે સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવેલી છે.

સરસ્વતી વિજ્ઞાન સાથેના યોજના હેતુ 

સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવેલ છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની વધારેમાં વધારે પસંદગી કરે અને તેમાં આગળ વધે. તેઓ વિજ્ઞાન વિષયમાં રસ ધરાવે અને તેના માટે લાભ આપવા આ યોજના શરૂઆત કરવામાં આવી છે.

નમો સરસ્વતી યોજના પાત્રતા

  • વિદ્યાર્થીએ ધોરણ 10 માં 50% કે તેથી વધારે પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.
  • ત્યારબાદ આગળ અભ્યાસ માટે ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
  • તેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખથી વધારે હોવી જોઈએ નહીં.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં મળતા લાભ

  • સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીને ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલું હોય તો રૂપિયા 25,000 ની સહાય કરવામાં આવશે.
  • જેમાં ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહમાં ₹10,000 અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 15000ની સહાય કરવામાં આવશે.
  • લાભ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 માં મને મળીને કુલ 20,000 રૂપિયા આપવામાં આવશે તેના પછીના 5000 રૂપિયા તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય તેના પછી આપવામાં આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અરજી પ્રક્રિયા | Namo Saraswati Yojana

  • આ યોજનામાં અરજી કરવા માટેની પ્રક્રિયા જે તે શાળાના નિયમો દ્વારા કરવામાં આવશે.
  • સૌપ્રથમ સ્કૂલમાં એક નમો સરસ્વતી પોર્ટલ બનાવવામાં આવશે.
  • અને આ યોજનામાં વિદ્યાર્થીને મળતી સહાયની રકમ એ જે તે વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે.
  • જે વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન કરવામાં અભ્યાસ કરી રહ્યા છે તો સૌપ્રથમ તેમની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ની તપાસ કરવામાં આવશે અને તેના પછી જુઓ તેઓ તેઓ યોગ્યતા ધરાવતા હશે તો નમો સરસ્વતી પોર્ટલ પર તે માહિતી અપલોડ કરવામાં આવશે.
  • આ યોજનામાં અરજી કરવા શાળાના વિદ્યાર્થીની હાજરી 80% નહીં થાય તો તે યોજનામાં અરજી કરી શકે નહીં.
  • જે વિદ્યાર્થીઓ રીપીટર છે તેમને આ યોજના જ્યાં સુધી તેઓ અભ્યાસ કરે છે ત્યાં સુધી મળશે.
  • અને જો વિદ્યાર્થી પહેલાથી બીજી કોઈ શિષ્યવૃતિનો લાભ મેળવતો હોય તો પણ તે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામા અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે.

Read More

2 thoughts on “Namo Saraswati Yojana: ધોરણ 11 અને 12 મા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળશે ₹25,000 ની સહાય”

Leave a Comment