Gujarat Tar fencing Yojana 2024: ગુજરાત તાર ફેન્સીંગ યોજના 2024, ખેતરની ફરતે તારની વાડ કરવા માટે ખેડૂતોને મળશે સહાય

Gujarat Tar fencing Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. એટલે કે દેશ કૃષિ પર ખૂબ જ આધાર રાખે છે તેના પર નિર્ભર છે. અને તેથી સરકાર દ્વારા ખેડૂતોને ધ્યાનમાં રાખીને તેમના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓની શરૂઆત કરવામાં આવેલી છે. જેમાં સૌથી વધારે અત્યારે પ્રચલિત છે ખેડૂતો માટેની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. અને તેવી જ રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યના ખેડૂતો માટે સહાય કરવા યોજનાઓ ચલાવવામાં આવે છે જે આઇ ખેડૂત પોર્ટલ દ્વારા સંચાલિત થાય છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સહાય કરવા માટે તાર ફેન્સીંગ યોજના અને તાડપત્રી યોજના ચલાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને ગુજરાત તાર ફેન્સીંગ યોજના વિશે માહિતી આપીશું.

ગુજરાત તાર ફેન્સીંગ યોજના 2024 | Gujarat Tar fencing Yojana 2024

ગુજરાત રાજ્યમાં રહેતા ખેડૂતો માટે રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટેની કિસાન પરિવાર યોજના અને તાડપત્રી યોજના હવે ઓનલાઈન મધ્યમાં પણ ઉપલબ્ધ છે. અને હવે ખેડૂતો માટે સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજના શરૂ કરવામાં આવેલી છે જેમાં ખેડૂતોને પોતાના ખેતરમાં કાંટાવાળી તારની ફેન્સીંગ વાડ કરવા માટે સહાય કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા ખેડૂતો ઓનલાઈન મધ્યમાં પણ અરજી કરી શકે છે. ખેડૂતો આ યોજનામાં 30 દિવસના સમયગાળામાં આઇ ખેડૂત પોર્ટલ પર પોતાની અરજી સબમીટ કરી શકે છે.

Read More- Gujarat Kusum Yojana 2024: ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઉર્જા થી ચાલતા પંપ ની સ્થાપના માટે મળશે સબસીડી

ગુજરાત તાર ફેન્સીંગ યોજના 2024 હેતુ 

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સહાય કરવા માટે તાર ફેન્સીંગ યોજના લાવવાનું મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોના ઉભા પાકની વિવિધ જોખમો જેમ કે જંગલી ડુક્કર ઉંદર અને અન્ય પ્રાણીઓથી નુકસાન પેદાશોને નુકસાન પહોંચાડી શકે છે તેનાથી બચાવવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજનામાં ખેડૂતોને પોતાના ખેતરની આસપાસ કાંટાવાળી તારની વાડ કરવા માટે સહાય કરવામાં આવે છે જેના કારણે પ્રાણીઓ એ પાક સુધી પહોંચતા અટકે છે અને તેને લીધે પાકને નુકસાન થતું પણ અટકે છે. આ યોજનામાં જે ખેડૂતો ઓછામાં ઓછી બે હેક્ટર જમીન ધરાવતા હોય તેવો કાંટાવાળા તારની ફેન્સીંગ વાડ કરવા માટે સબસીડી મેળવવા માટે પાત્રતા ધરાવે છે.

તાર ફેન્સીંગ યોજના 2024: જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • 7-12 દસ્તાવેજ
  • અનુસૂચિત જાતિ અને સૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર.
  • બેંક પાસબુક
  • જમીનની નોંધણીની વિગતો
  • દૂધ ઉત્પાદક સોસાયટી સભ્યપદની વિગત
  • જો અપંગ હોય તો તેનું પ્રમાણપત્ર

ગુજરાત તાર ફેન્સીંગ યોજના 2024: પાત્રતા 

  • લાભ લેનાર ખેડૂત એ ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.
  • યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જરૂરી છે.
  • આ યોજના દ્વારા રાજ્યના સામાન્ય વર્ગના ખેડૂત, નાના સીમંત વર્ગના ખેડૂત,મહિલા ખેડૂત, અનુસૂચિત જાતિ અને સૂચિત જનજાતિના ખેડૂત, તાર ફેન્સીંગ યોજના નો લાભ લઇ શકે છે.
  • આ યોજનામાં એક ખેડૂત ફક્ત એક જ વાર લાભ લઇ શકે છે
  • યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે ઓછામાં ઓછી 10 વર્ષની સમય મર્યાદા નું પાલન કરવું જરૂરી છે.
  • આ યોજનામાં ખેડૂતોને પોતાની ખરીદી અધિકૃત કરેલ ડીલરો પાસેથી કરવાની રહેશે.
  • અને આ તમામ ડીલરોએ ખેડૂત ખાતા દ્વારા નિયત કરવામાં આવેલા હોય છે.

તાર ફેન્સીંગ યોજના 2024 અરજી પ્રક્રિયા | Gujarat Tar fencing Yojana 2024

  • તમે આ યોજનામાં આઇ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકો છો.
  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે.
  • હવે અહીં તેના હોમપેજ પર યોજના નો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં ખેતીવાડીની યોજના નો ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો.
  • અહીં વાયર ફેન્સીંગ સ્કીમ ની પસંદગી કરો.
  • એપ્લાય બટન પર ક્લિક કરીને એપ્લિકેશન ફોર્મ હોય છે.
  • જો તમે આઇ ખેડૂત પોર્ટલ પર પહેલાથી જ રજીસ્ટ્રેશન કરેલું છે તો “હા” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Gujarat Tar fencing Yojana 2024 – Apply Now 

Read More- Jan Dhan Yojana 2024: પ્રધાનમંત્રી જન ધન યોજના, તમને રૂપિયા 10,000 ની સહાય મળશે

4 thoughts on “Gujarat Tar fencing Yojana 2024: ગુજરાત તાર ફેન્સીંગ યોજના 2024, ખેતરની ફરતે તારની વાડ કરવા માટે ખેડૂતોને મળશે સહાય”

Leave a Comment