GSRTC online concession bus pass: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા નાગરિકો તેમજ શાળાએ જતા તેમજ કોલેજમાં જતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. જણાવી દઈએ કે બંદર અને વાહન વ્યવહાર વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક નવી સુવિધા શરૂ કરવામાં આવેલી છે. અને આ સુવિધા એ છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ માટે બસ પાસની સુવિધા શરૂ કરવામાં આવેલી છે. અને હવે સૌથી સારી બાબત એ છે કે બસ પાસ મેળવવા માટે મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને એસટી બસ ડેપોમાં જવાની જરૂર નથી. હવે તેઓ ઘરે ઘરે બેસીને ઓનલાઈન બસ પાસ મેળવી શકે છે. આજના આ લેખમાં અમે તમને એસટી બસ પાસ ઓનલાઇન કેવી રીતે મેળવવો તેની માહિતી આપીશું.
ઓનલાઇન બસ પાસ
આપણે જાણીએ છીએ તેમ અત્યારે ટેકનોલોજીના ઘણો બધો વધારો થઈ રહ્યો છે અત્યારનો યુગ ડિજિટલ યુગ છે. લોકોને પોતાની આંગળીઓના ટેરવે દરેક સુવિધા મળી રહે છે. અને આ આધુનિક ડિજિટલ યુગમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ ડિજિટલ ભારતનું સ્વપ્ન રાખ્યો છે. હવે દરેક સુવિધાઓ આપણે ઘરે બેઠા મેળવી શકીએ છીએ. અને હવે આ ટેકનોલોજીમાં ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કનેક્શન બસ પાસ ઓનલાઇન આપવાની જાહેરાત કરી છે અને તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
યોજનાનું નામ | GSRTC online concession bus pass |
વિભાગનું નામ | બંદર અને વાહન વ્યવહાર વિભાગ |
પેટા વિભાગનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
યોજનામાં મળતી સહાય | વિદ્યાર્થી અને મુસાફરોને કંસેસન બસ પાસ |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://pass.gsrtc.in |
કોને મળશે આ કંશેશન બસ પાસનો લાભ
ગુજરાત રાજ્યમાં બંદર અને વાહન વ્યવહાર વિભાગ વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શાળા કોલેજ તેમજ આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે બસ પાસ કન્સેશનની સુવિધા શરૂ કરવામાં આવેલી છે જેમાં તેઓ લાભ લઈ શકે છે.
કંશેશન બસ પાસ ઓનલાઇન લેવા માટે અરજી પ્રક્રિયા | GSRTC online concession bus pass
- સૌપ્રથમ જીએસઆરટીસી ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
- હવે અહીં તેના હોમપેજ પર New Pass Request નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
- અહીં આપવામાં આવેલી તમામ વિગતો ચકાસો અને જરૂરી માગવામાં આવેલા પુરાવા તમારી સાથે રાખો.
- એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી માહિતી ભરો.
- તમે જે માહિતી પરી છે તેને એકવાર ફરીથી સારી રીતે ચેક કરી લો.
- બસ પાસ પેમેન્ટ નો ઓપ્શન પસંદ કરો.
- હવે તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
- આમ હવે તમે સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન બસ પાસ મેળવી શકો છો.
GSRTC online concession bus pass – Apply Now
Read More- PM Awas Yojana list by Aadhar Card: આ રીતે આધાર કાર્ડ દ્વારા પીએમ આવાસ યોજનાની નવી યાદી જુઓ
Thanks to the Gujarat Government Marg vahan vyhvar Nigam ltd. Given online bus pass fesility. Bus pass holders will be increased in this method.
આવાસ
Bus pass