Gujarat police bharti new update: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર ભાગ લેવા માંગે છે તો તેમને જણાવી દઈએ કે ગુજરાત પોલીસ ભરતી વિષય એક મહત્વના સમાચાર બહાર પડ્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અત્યારે IPS હસમુખ પટેલ છે. તેમના દ્વારા આ ભરતીમાં અરજી કરવા માટેની માહિતી બહાર પાડવામાં આવેલી છે. અને આ જાણકારી હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી જાહેર કરવામાં આવી છે.
હસમુખ પટેલએ ટ્વિટમાં આપી જાણકારી | Gujarat police bharti
ગુજરાત પોલીસ બોર્ડ ના અધ્યક્ષ આઇપીએસ હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટ, સપ્ટેમ્બર 2024 માં પીએસઆઇ તથા લોકરક્ષક બંનેના અરજી ફોર્મ ફરી મંગાવવામાં આવશે. તેથી આ વખતે જે ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કારણોસર અરજી કરી શકતા ન હતા તેમના માટે જો હવે તેઓ લાયકાત ધરાવતા હશે તો અરજી કરી શકે છે. આ અરજી કરવા માટે અરજદારોને બે સપ્તાહ નો સમય આપવામાં આવશે. અને આ ભરતીમાં સ્નાતકમાં છેલ્લા વર્ષમાં હોય તેમ જ ધોરણ 12 પાસ અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે.
Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ
ધોરણ 12 પાસ કરેલ ઉમેદવાર માટે નોકરીનો અવસર
મિત્રો જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 9 મે 2024 ના રોજ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું તેમજ ગુજકેટનું પણ રીઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે.
એટલે કે ધોરણ 12 માં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને હવે પોલીસમાં જવા માંગે છે એટલે કે તેમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે એક સારી તક છે તેઓ પણ આ ભરતીમાં અરજી કરી શકે છે. પોલીસની આ ભરતીમાં કોલેજના છેલ્લા વર્ષમાં હોય તેમ જ ધોરણ 12n પાસ કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે.
Read More- DRDO Recruitment: ડીઆરડીઓ દ્વારા ભરતી ની જાહેરાત, અહીં જાણો પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ