WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSEB SSC Board Exam: નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

GSEB SSC Board Exam: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 માટે તારીખ 11 મે 2024 ના રોજ ધોરણ 10 નું બોર્ડ પરિણામ જાહેર કરવામાં આવ્યુ. આ વર્ષે ગુજરાત રાજ્ય બોર્ડનું રીઝલ્ટ 82.56 ટકા આવ્યા છે શૈક્ષણિક વર્ષ 2024 માં ગુજરાત બોર્ડમાં કુલ 7,06,370 વિદ્યાર્થીઓ નિયમિત રીતે નોંધાયા હતા.

જેમાંથી કુલ 6,99,598 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે અને તેમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તેર્ણ થયા છે અને કુલ ₹1,22,042 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં એક અથવા વધુ વિષયમાં નાપાસ થયા છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નાપાસ થયા છે અથવા તો મેળવેલા પોતાના માર્ગથી સંતુષ્ટી અનુભવતા નથી તેમના માટે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવેલી છે.

ધોરણ 10 માં ત્રણ વિષયમાં નપાસ થયેલા હોય તો ભરી શકશે પૂરક પરીક્ષા ફોર્મ

મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા નપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જે પૂરક પરીક્ષા રાખવામાં આવેલી હોય છે તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિયમોના ફેરફાર મુજબ ધોરણ 10 માં અત્યાર સુધી ફક્ત બે વિષયમાં જ નપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકતા હતા.

પરંતુ તેમાં હવે ફેરફાર કરી 3 વિષયો કરી દેવામાં આવેલા છે. એટલે કે જે કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ત્રણ વિષય સુધી ફેલ થયો હોય તે પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે. અને તેની સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આટલા વર્ષે સુધી 1 જ વિષયમાં પૂરક પરીક્ષા આપી શકાતી હતી પરંતુ તેને વધારીને 2 વિષય કરી દેવામાં આવ્યા છે.

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

સત્તાવાર વેબસાઈટ થી ભરી શકશો પૂરક પરીક્ષા ફોર્મ 

ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા તારીખ 11 2 2024 ના રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. તેના પછી તારીખ 13 મે 2024 ના દિવસે સાંજે પાંચ વાગ્યાથી નપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે. તેમજ પૂરક પરીક્ષા ફોર્મ ભરવાનો સમય ગાળો 5 મે 2024 સાંજે 5:00 વાગ્યા સુધી રાખવામાં આવેલો છે.

નપાસ થયેલા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org, ssc.gseb.org પરથી પૂરક પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરી શકે છે. આ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. જો કોઈ વિદ્યાર્થીઓ ઓફલાઈન માધ્યમમાં અરજી કરશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.

Read More- After 10th Courses List: ધોરણ 10 પછી કારકિર્દી બનાવવા શું કરવું ? કયા નિર્ણય લેવા ? અહિ જાણો થોડી માહીતિ 

Leave a Comment