Agricultural Sahay Yojana 2024: ડૂતોને ખેતી કરવા માટે કાપણીના સાધનો ખરીદવા સરકાર દ્વારા મળશે સહાય

Agricultural Sahay Yojana 2024: નમસ્કાર મિત્રો, ભારત સરકાર તેમજ તમામ રાજ્યની રાજ્ય સરકાર દ્વારા દેશના નાગરિકોની સહાય માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્યમાં રહેતા ખેડૂતોની સહાય માટે રાજીના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઘણા કામ કરવામાં આવે છે. તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય અને તેમનો ખેતીનો ખર્ચમાં ઘટાડો થાય તેવા હેતુથી ઘણી બધી સહાયકારી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં ચલાવવામાં આવતી તમામ પશુપાલક તથા ખેતીવાડી યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ પર ચલાવવામાં આવે છે. જણાવી દઈએ કે આઇ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગની યોજનાઓ ચલાવવામાં આવે છે જે અત્યારેબહાર પાડવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને કાપણીના સાધનો માટે સહાય યોજના 2024 વિશે માહિતી આપીશું.

કાપણીના સાધનો માટે સહાય યોજના 2024

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી બાગાયતી વિભાગની યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે. ખેડૂતોને ખેતીમાં સરળતા રહે અને તેમનો ખર્ચ ઓછો થાય તેના માટે કાપણીના સાધનો ખરીદવા માટે સરકાર દ્વારા સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશેની તમામ માહિતી આપીશું.

કાપણીના સાધનો માટે સહાય યોજનાનો હેતુ 

રાજ્ય સરકાર દ્વારા જે લોકો ખેતી કરી રહ્યા છે તેવા ખેડૂતોને અને નાગરિકોને પોતાની ખેતીમાં મદદરૂપ થાય તેવા સાધનો ખરીદવા માટે સહાય કરવામાં આવે છે. જેમાં ખેડૂતોને આ યોજના હેઠળ કાપણીના સાધનો ખરીદવા પર સહાય આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના તમામ ખેડૂત મિત્રો બાગાયત વિભાગ દ્વારા આ યોજનાનો લાભ મેળવી શકે છે.

Read More- Mgnrega free cycle Yojana 2024: મનરેગા ફ્રી સાઇકલ યોજના, આ વ્યક્તિઓને મળશે મફતમાં સાયકલ

કાપણીના સાધનો માટે સહાય યોજનામાં મળતા લાભ

ક્રમયોજનાનું નામવિગત
1HRT-2યુનિટ કોસ્ટ :- રૂ. 2.00 લાખ • ખર્ચના 25 % કે રૂ. 50000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને 75 % કે રૂ.1,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.  
2HRT-3(અનુસુચિત જનજાતિ માટે )યુનિટ કોસ્ટ :- રૂ. 2.00લાખ • અનુ જન જાતિના ખેડૂત ને ખર્ચના 50% કે રૂ. 1,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને 75 % કે રૂ.1,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.   
3HRT-4(અનુસુચિત જાતિ માટે )યુનિટ કોસ્ટ :- રૂ. 2.00લાખ • અનુ જાતિના ખેડૂત ને ખર્ચના ૫૦% કે રૂ. 1,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને 75 % કે રૂ.1,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.  

યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો અને નિયમ

જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છે છે તો તેમના માટે કેટલીક શરતો અને નિયમો રાખવામાં આવેલા છે જેમનું તેમને પાલન કરવાનું રહેશે આ નિયમો નીચે મુજબ છે.

  • આ યોજનામાં ખેડૂતોને સાધનો imported ખરીદવાના રહેશે.
  • આ યોજનામાં ખેડૂતોએ ISO| BSI| ISI સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા પ્રણાલી કરણ સાધનો જે તે કંપનીના ઓથોરાઈઝ ડીલર મારફતે ખરીદવાના રહેશે.

યોજનામાં અરજી કરવા જરૂરી દસ્તાવેજ 

  • અરજદાર નું આધારકાર્ડ
  • ખેડૂતના 7/12 ના જમીન ના દાખલા ની નકલ
  • જાતિનુ પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ
  • જો ખેડૂતો વિકલાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો લાભાર્થી ખેડુત ટ્રાઇબલ વિસ્તારમાં રહેતા હોય તો વન અધિકારી પત્ર
  • લાભાર્થીએ આત્માનું રજીસ્ટ્રેશન કરાયેલું હોય તેની વિગત.
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • મોબાઈલ નંબર

કાપણીના સાધનો માટે સહાય યોજના 2024 માટે અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમ પેજ પર યોજના નું ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં બાગાયતી યોજનાઓ નો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન નામનો મેનુમાં જાઓ.
  • અહીં તમને 5મા નંબરના ક્રમમાં કામણીના સાધનો એવું લખેલું હશે તેના પર ક્લિક કરો.
  • જો તમે આ પોર્ટલ પર રજીસ્ટર અરજદાર છો તો હા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • જો તમે પહેલાથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારા આધારકાર્ડ અને મોબાઈલ નંબર દાખલ કરી અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે તેમાં માહિતી ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • તમે આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી શકો છો.

Assistance for agricultural implements 2024- Apply Now 

Read More- ઉભો પાક બગડે તો ચિંતા કરશો નહીં, સરકાર આપી રહી છે મદદ, આ રીતે લાભ લો- Kisan Fasal Bima Yojana  

Leave a Comment