WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Rupees 500 Note: શું તમારી પાસે છે રૂપિયા 500 ની (*) સ્ટાર વાળી નોટ, તો અહીં જાણી લો આવી નોટની ખાસિયત

Rupees 500 note : નમસ્કાર મિત્રો,  આપણે જાણીએ છીએ તેમ જ્યારે નોટબંધી થઈ હતી તેના પછી રૂપિયા 2000ની ગુલાબી નોટો ચલણમાં લાવી હતી. પરંતુ થોડાક વર્ષો બાદ તેને પણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ચલણમાંથી બાકાત કરી પાછી ખેંચવામાં આવી હતી. અને તેના પછી અત્યારે સોશિયલ મીડિયા અને whatsapp ગ્રુપમાં એવા કેટલાક મેમ્સ અને મેસેજ આવે છે. જે ચલણ સંબંધીત હોય છે. જેમાંથી એવા મેસેજ પણ આવે છે કે હવે સો રૂપિયાની નોટ બંધ થઈ જશે. અને એક એવો મેસેજ પણ આવ્યો છે કે ચલણમાં આવેલ રૂપિયા 500 ની નોટ માં તમને જો આ ચિન્હ હશે તો વધારે પૈસા મળશે. તો આવા મેસેજ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલી છે આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ₹500 ની નોટ પર દાવો 

મિત્રો જણાવી દઈએ કે જ્યારથી whatsapp માં આવા મેસેજ ફરતા થયા છે ત્યારથી લઈને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તેની પૂછપરછ કરવામાં આવેલી છે અને રૂપિયા 500ની નોટને લઈને એક દાવો કરવામાં આવ્યો છે કે અત્યારે માર્કેટમાં રૂપિયા 500 ની નોટ કે જેના પર સ્ટાર (*) હોય તે ફરી રહી છે. અને આ તમામ અને આ તમામ 500ની નોટ કે જેના પર સ્ટાર દોરેલો છે તે તમામ નોટ બનાવટી છે. તેના અંગે આરબીઆઇ દ્વારા સ્પષ્ટતામાં જણાવ્યું છે કે મેસેજમાં કરવામાં આવેલ આવો દાવો એકદમ ખોટો છે અને આ સ્ટાર વાળી નોટ પણ અસલી છે.

Read More- RBI એ આપ્યા સારા સમાચાર, હવે ATM કાર્ડ રાખવાની જરૂર નથી, UPI દ્વારા જમા કરી શકશો રોકડ- UPI Cash Deposit

શું છે આ નોટ પર લખેલ સ્ટાર * નો અર્થ 

મિત્રો ગુરુવારના દિવસે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રૂપિયા 500ની સ્ટાર વાળી સ્પેશિયલ નહોતો અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવી છે કે આ સ્ટારવાળી દરેક નોટ અસલી છે. અને અત્યારે માર્કેટમાં રૂપિયા ૧૦ થી લઈને 500 સુધીની તમામ ચલણી નોટો છે. મિત્રો આવી નોટમાં જે નંબર આપેલો છે તેમાં 3 અક્ષરો પછી એક * આપવામાં આવેલો હોય છે ત્યાર પછી બાકીના નંબર આપેલા હોય છે. મિત્રો જે નોટ પર સ્ટાર દોરેલો હોય છે તો તેનો અર્થ છે કે આ નોટ બદલાવવામાં આવેલી છે અને તેને ફરીથી રિપ્રેન્ટ કરવામાં આવેલી છે.

વર્ષ 2006 થી ચલણમાં છે આ * નોટ 

મિત્રો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે વર્ષ 2006 થી આવી સ્ટાર વાળી નોટો ચલણમાં ચાલી રહી છે. શરૂઆતમાં રૂપિયા 10, 20 અને 50 ની નોટ આવું સ્ટારનું ચિન્હ ધરાવતી હતી જે છાપવામાં આવેલી હતી. પરંતુ હવે વધારે મૂલ્યનું ચલણ ધરાવતી નોટો પણ સ્ટાર વાળી છાપવામાં આવે છે. મિત્રો જણાવી દઈએ કે જ્યારે પણ આવી અનોખી નોટો ચલણ તરીકે જાહેર કરવામાં આવે છે તો તેમના પેકેટ પર એક સ્ટ્રીપ રાખેલી હોય છે. અને તેના પર ઉલ્લેખ કરેલો હોય છે કે આપેલ પેકેટમાં સ્ટાર સિમ્બોલ વાળી નોટો છે.

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

1 thought on “Rupees 500 Note: શું તમારી પાસે છે રૂપિયા 500 ની (*) સ્ટાર વાળી નોટ, તો અહીં જાણી લો આવી નોટની ખાસિયત”

Leave a Comment