WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Indian Currency RBI: RBIએ પહેલીવાર લોન્ચ કરી આ નોટ, જુઓ કોની તસવીર છે

Indian Currency RBI: નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે આજના સમયમાં અને પહેલા પણ રોજબરોજના જીવન માં ખર્ચો કરવા માટે જે પૈસાની જરૂર હોય છે તે આપણી ભારતીય કરન્સી એટલે કે ચલણ છે અને તે આપણા દેશના રિઝર્વ બેન્ક દ્વારા જાહેર થાય છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જે ચલણી નોટ જાહેર કરવામાં આવે છે તે આપણા સમગ્ર ભારત દેશમાં માન્ય ગણવામાં આવે છે. આપણા ભારતમાં ચલણ એટલે કે કરન્સીમાં તેના રંગ અને ડિઝાઇનમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા હતા આપણા દેશમાં રોકડ લેવડદેવડ એ પાછળના ઘણા સમયથી ચાલે છે. 

પરંતુ અત્યારે હવે ટેકનોલોજી અને ડિજિટલ યુગ આવી ગયો છે એટલે લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે અને તેના તરફ આગળ વધી રહ્યા છે પરંતુ તેમ છતાં દેશમાં એવા ઘણા બધા લોકો છે જે રોકડ લેવડદેવડ કરે છે. આજના સમયમાં ભારત દેશમાં રોજે રોજ કરોડો ચલણી નોટોનું ટ્રાન્સફોર્મેશન થાય છે પરંતુ તમે નહીં જાણતા હોય કે આપણા દેશમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સૌપ્રથમ કઈ ચલણી નોટ અને કેટલા રૂપિયાની બનાવવામાં આવી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના જણાવ્યા મુજબ અત્યારે આપણા દેશમાં 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા અને ૨૦૦૦ ની ચલણી નોટ ચાલુ છે. અને વર્ષ 2016 માં 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરવામાં આવી હતી. 

Read More- SBI Bank New Scheme: એસબીઆઇ બેન્ક આરડી યોજના, નાની બચત પર મળશે માસિક રૂપિયા 11000

1938 માં બની હતી સૌપ્રથમ રૂપિયાની નોટ 

જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના એક એપ્રિલ 1935 ના રોજ કરવામાં આવી હતી એટલે કે આપણા દેશની આઝાદી પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની સ્થાપના થઈ હતી અને આરબીઆઈ દ્વારા સૌ પ્રથમ 5 રૂપિયાની કરન્સી નોટ 1938 માં છાપવામાં આવી હતી. અને જેમ અત્યારના સમયમાં ચલણી નોટ પર ગાંધીજીનો ફોટો છે તેમ સૌપ્રથમ જે પાંચ રૂપિયાની નોટ છાપવામાં આવી હતી તેમાં “કિંગ જોર્જ VI” નો ફોટો છાપવામાં આવ્યો હતો.

 એટલે કે આપણો દેશ 1947 માં આઝાદ થયો તેના નવ વર્ષ પહેલાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સૌ પ્રથમ ચલણી નોટ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ માર્ચ મહિનામાં 10 રૂપિયાની નોટ અને ₹100 ની નોટ અને જૂન મહિનામાં ₹1,000 ની નોટ છાપવામાં આવી હતી. 

ચલણી નોટ છાપવા માટે નિયમ 

જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કરન્સી નોટ છાપવા માટે મિનિમમ રિઝર્વ સિસ્ટમ નિયમ હેઠળ 1956 થી ચલણી નોટ છાપવા માટેનું કાર્ય શરૂ કર્યું છે. આ નિયમ પ્રમાણે કરન્સી નોટ પ્રિન્ટિંગ ના વિરુદ્ધમાં મિનિમમ 2000 કરોડ રૂપિયા રિઝર્વ રાખવાના હોય છે અને આ પ્રમાણેના રિઝર્વ એટલે કે એડવાન્સ પેમેન્ટ રાખ્યા પછી જ બેંક દ્વારા ચલણી નોટ છાપવામાં આવે છે. 

આઝાદી પછી સૌપ્રથમ બની 1 રૂપિયાની નોટ 

આપણો દેશ આઝાદ થયો તેના બે વર્ષ પછી એટલે કે 1949 માં આરબીઆઈ દ્વારા સૌપ્રથમ ભારતમાં એક રૂપિયાની ચલણી નોટ બનાવવામાં આવી હતી અને તેના પહેલા આરબીઆઇ બેન્ક દ્વારા જે ચલણી નોટ જાહેર કરવામાં આવતી હતી તેના પર બ્રિટિશ કિંગ જોર્જ નો ફોટો છાપવામાં આવતો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ચલણી નોટો પર ગાંધીજીનો ફોટો સૌ પ્રથમ સો રૂપિયાની નોટ પર 1969 માં તેમના સ્મરણરૂપે છાપવામાં આવ્યો હતો. આપણા ભારતીય ચલણ નું પ્રતીક ₹ છે .આપણી મુદ્રા નું નામ રૂપિયા ( INR ) છે. જેમાં 100 પૈસા મળીને 1 ભારતીય રૂપિયો થાય છે.

Read More- New Business idea: માત્ર 20,000 ના રોકાણ થી શરૂ કરવા બિઝનેસ, તમારી થશે બમણી

1 thought on “Indian Currency RBI: RBIએ પહેલીવાર લોન્ચ કરી આ નોટ, જુઓ કોની તસવીર છે”

Leave a Comment