WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat Govt Job 2024: રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા દ્વારા ક્લાર્ક ના પદ માટે ભરતી ની જાહેરાત, પગારધોરણ રૂપિયા 63,200

Gujarat Govt Job 2024: નમસ્કાર મિત્રો, ગુજરાતમાં સરકાર દ્વારા ક્લાર્કની ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. 20 માર્ચ 2024 ના રોજ આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન બહાર કાઢવામાં આવેલ છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

Gujarat Govt Job 2024

સંસ્થાનું નામરાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા
પોસ્ટક્લાર્ક
વય મર્યાદા 18 થી 27 વર્ષ
પગાર ધોરણ25,500 થી 63,200
અરજીની છેલ્લી તારીખ18 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.nioh.org/ 

Read More- Data entry operator and LDC Recruitment: ડેટા એન્ટ્રી ઓપરેટર અને એલડીસી ભરતીના જુદા જુદા 3,712 પદો પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ

રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અપર ડિવિઝન ક્લાર્ક અને લોવર ડિવિઝન ક્લાર્ક વગેરે પદો માટે ભરતીનું આયોજન કરેલું છે. જેમા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વય મર્યાદા | age limit

રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા દ્વારા આયોજિત આ ભરતીમાં ઉમેદવારે અરજી કરવા માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને માતમ 27 વર્ષ રાખવામાં આવેલી છે. આ ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે. સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત | education qualification

NIOH ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. જેમાં અપાર ડિવિઝન ક્લાર્ક માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અને લોવર ડિવિઝન ક્લાર્ક માટે શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય અને શાળામાંથી 12 મુ ધોરણ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર ભરતીમા અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ | important Dates

20 માર્ચ 2024 ના રોજ રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. જેમાં ભરતીમાં અરજી કરવાની શરૂઆત 20 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે સૌપ્રથમ લેખિત પરીક્ષાને લેવામાં આવશે તેના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને જે તે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની પસંદગી થાય છે તેમને સંસ્થા દ્વારા નીચે મુજબ માસિક બગાડ ધોરણ ચૂકવવામાં આવશે.

  • અપાર ડિવિઝન ક્લાર્ક- રૂપિયા 25,500 થી 81,100
  • લવર ડિવિઝન ક્લાર્ક-રૂપિયા 19,900 થી 63,200

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સિગ્નેચર
  • જાતિનો દાખલો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

ગુજરાત સરકાર સરકારી ક્લાર્ક ભરતી અરજી પ્રક્રિયા | Clerk Gujarat Govt Job 2024

  • આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે.
  • સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ મળશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો છેલ્લે સબમીટ બટર પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Clerk Gujarat Govt Job 2024 – Apply Now 

Notification- Click Here

Read More- Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા ભરતી ની જાહેરાત, અહીં જાણો ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ

Leave a Comment