WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Electricity Meter Reader Recruitment: વીજળી મીટર રીડર ના પદ માટે ભરતી ની જાહેરાત, 3 જુલાઈ સુધી કરો ઓનલાઇન અરજી

Electricity Meter Reader Recruitment: નમસ્કાર મિત્રો, ટીડીએસ મેનેજમેન્ટ કંસિસ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ વીજળી મીટર રીડર અને બિલિંગ તેમજ કેશ કલેકટર માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

વય મર્યાદા

વીજળી મીટર રીડર અને કેશ કલેકટર પદો માટે આ ભરતીમાં અરજી કરવા ઉમેદવાર ની ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ મહત્તમ વય મર્યાદા 35 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા ઉમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

Read More- Agriculture Bharti 2024: કૃષિ વિભાગમાં પરીક્ષા વિના ભરતી, જાહેરનામું બહાર પાડ્યું, અરજી શરૂ

શૈક્ષણિક લાયકાત

વીજળી મીટર રીડર માટે ભરતી નું આયોજન કરેલું છે તેમાં અરજી કરવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 8મૂ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત થવા બોર્ડમાંથી ન્યૂનતમ આઠમું ધોરણ પાસ કરેલ હોય તેવો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

વીજળી મીટર રીડર માટે ભરતી નું આયોજન કરેલું છે તેમાં અરજી કરવા કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 16 મે 2024 થી શરૂ થાય છે. અને તેમાં છેલ્લી તારીખ 3 જુલાઈ 2024 નક્કી કરવામાં આવેલી છે. વીજળી મીટર રીડર આસિસ્ટન્ટ અને બિલ કલેકટર ના પદો માટે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને અરજી કરવાની છે.

વીજળી મીટર રીડર ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે સૌપ્રથમ તમારે apprentice.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં હોમ પેજ પર ઓપર્ચ્યુનિટીઝ નો વિકલ્પ હશે તેના પર ક્લિક કરો.
  • અહીં આ ભરતીની નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો અને આપવામાં આવેલી તમામ જાણકારી ચેક કરો.
  • તેના પછી ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Electricity Meter Reader Recruitment – Apply Now 

Read More- Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, 26 મે અરજીની છેલ્લી તારીખ

Leave a Comment