WhatsApp ગ્રૂપમાં જોડાવો!

CBSE board exam pattern: સીબીએસસી બોર્ડમાં ધોરણ 11 અને 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, જાણો નવી પૅટર્ન 

CBSE board exam pattern update: નમસ્કાર મિત્રો, જણાવી દઈએ કે, સી બી એસ સી બોર્ડ દ્વારા ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાની પદ્ધતિમાં બદલાવ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ હવે પરીક્ષામાં આપવામાં આવેલા પ્રશ્નોના લાંબા લાંબા જવાબો લખવાના રહેશે નહીં. શિક્ષણ મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવે છે કે આ પદ્ધતિ દ્વારા હવે બાળકોને પોતાના પ્રશ્નોના જવાબો યાદ રાખવાની જરૂર પડશે નહીં તેનો અંત આવશે અને તેમને નવું શીખવાની વૃત્તિને પ્રોત્સાહન મળશે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

પરીક્ષા પદ્ધતિમાં બદલાવ થવાના મુખ્ય કારણ

સી બી એસ સી બોર્ડ ના ડાયરેક્ટર શ્રી જોસેફ ઇમેન્યુઅલ ના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષકો તેમજ તેની સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે યોગ્યતા આધારિત મૂલ્યાંકન અને અનુક્રમે સંસાધનોના વિકાસ માટે આ પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે સીબીએસસી શાળા એ શિક્ષણના ક્ષેત્રમાં આવા પ્રકારની ઈકો સિસ્ટમ બનાવી રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને યાદ રાખવાનું નથી પરંતુ શીખવા પર વધારે ધ્યાન આપવાનું છે તેના પર વધારે ભાર આપવાનો છે.

અને આ નવા પ્રકારની ઇકો સિસ્ટમ દ્વારા અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની રચનાત્મક વિચારસરણી અને ક્ષમતાનો વિકાસ થશે જેના કારણે તેઓ 21મી સદીમાં આવી રહેલા પડકારોનો સામનો કરી શકશે. વધારે માહિતી આપતા સી બી એસ સી બોર્ડ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે બહુ વીર પસંદગીના પ્રશ્નો એટલે કે MCQ અને તેની સાથે કાર્યક્રમતા આધારિત પ્રશ્નોની સંખ્યા 40% થી વધારીને 50% કરવામાં આવશે. અને તેની સાથે ટૂંકા તેમજ લાંબા જવાબો વગેરે અન્ય પ્રશ્નો ટકાવારી 40% થી ઘટાડીને 30 ટકા કરવામાં આવશે.

Read More- Mgnrega free cycle Yojana 2024: મનરેગા ફ્રી સાઇકલ યોજના, આ વ્યક્તિઓને મળશે મફતમાં સાયકલ

ધોરણ 11 અને 12 ની પરીક્ષાની પદ્ધતિ માં ફેરફાર | CBSE board exam pattern update

જણાવી દઈએ કે અત્યારે સીબીએસસી દ્વારા આ નવી પેટર્ન ફક્ત 11 માં અને 12મા ધોરણ માટે જ લાગુ કરવામાં આવ્યું છે. અને ધોરણ 9 તેમજ 10 ની પરીક્ષાની પદ્ધતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવી નથી. સીબીએસસી બોર્ડ અનુસાર, નવી શિક્ષણ નીતિ 2020 મુજબ ધોરણ 11 તેમજ 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી એજ્યુકેશન પોલીસી મુજબ પરીક્ષાની પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે.

CBSE પરીક્ષા પદ્ધતિમાં થશે આ બદલાવ

  • સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જાહેર કરવામાં આવેલ નવી માર્ગદર્શિકા મુજબ CBSE નવી પરીક્ષા પદ્ધતિ 2025ના પ્રશ્નપત્રમાં નીચે મુજબના પ્રશ્નો હશે-
  • CBSE દ્વારા બોર્ડની પરીક્ષાઓમાં બાળકોની વિશ્લેષણાત્મક ક્ષમતાની ચકાસણીના પ્રશ્નોની સંખ્યામાં વધારો કર્યો છે.
  • ગોખીને યાદ રાખવામાં આવતા જ્ઞાન આધારિત પ્રશ્નોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
  • ધોરણ 11માં અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓમાં MCQ પ્રશ્નો, કેસ સ્ટડી આધારિત પ્રશ્નો, સોર્સ આધારિત ઈન્ટીગ્રેટેડ પ્રશ્નો અથવા અન્ય સમાન પ્રશ્નોનું વેઇટેજ 40 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવ્યું છે.
  • આ સાથે 2024-25 શૈક્ષણિક સત્રમાં પરંપરાગત પરીક્ષા પદ્ધતિમાં ટૂંકા જવાબ/લાંબા જવાબના પ્રશ્નો  40% થી ઘટાડીને 30% કરવામાં આવ્યું છે.

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

Leave a Comment