WhatsApp ગ્રૂપમાં જોડાવો!

CBSE 10th and 12th Result declare: CBSE 10મા અને 12માનું પરિણામ જાહેર, તમારું પરિણામ અહીંથી 2 મિનિટમાં ચેક કરો

CBSE 10th and 12th result 2024: નમસ્કાર મિત્રો, જે વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડમાં અભ્યાસ કરે છે અને શૈક્ષણિક વર્ષ 2024 માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપેલી છે તેમના માટે એક સારા સમાચાર છે.સેન્ટ્રલ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામો જાહેર કરી દેવામાં આવેલા છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સેન્ટ્રલ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ cbseresults.nic.in અને Digilocker પરથી પરિણામ મેળવી શકે છે.

સીબીએસઈ ધોરણ 10 અને 12 પરિણામ 2024 | CBSE 10th and 12th result 2024

દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે કેન્દ્રીય બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરીક્ષા પરિણામ જાહેર કરી દેવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટ cbseresults.nic.in અને results.cbse.nic.in પરથી પોતાના પરિણામ ચકાસી શકે છે. તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પોતાના ગુણ Digilocker પરથી પણ મેળવી શકે છે. આ વિદ્યાર્થીઓને પોતાના પરિણામ તપાસ કરવા માટે પરીક્ષા નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઇડી ની જરૂર પડશે.

CBSE બોર્ડ દ્વારા જણાવવામાં આવેલી માહિતી

સેન્ટ્રલ બોર્ડ દ્વારા જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ 2024 માં ધોરણ 10માં કુલ 22,51,812 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી પરીક્ષામાં કુલ 22,38,827 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમાંથી કુલ 20,95,467 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે કુલ પરિણામ 93.60 ટકા આવ્યું છે. તેમજ સેન્ટ્રલ બોર્ડમાં ધોરણ 12 માં કુલ 16,33,730 વિદ્યાર્થીઓએ નોંધણી કરી હતી જેમાંથી 16,21,224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. અને જેમાંથી કુલ 14,26, 420 વિદ્યાર્થી પાસ થયા છે જેની કુલ ટકાવારી 87.98% આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં કુલ 2,12,384 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 90% થી વધારે ગુણ મેળવ્યા છે અને પરીક્ષામાં પાસ થનાર કુલ વિદ્યાર્થીઓ 9.49 ટકા છે. કેન્દ્રીય બોર્ડમાં ધોરણ 10 ની પરીક્ષામાં મહિલા ઉમેદવારોની પાસ થવાની કુલ ટકાવારી 94.75% મળી છે. અને માય પુરુષ ઉમેદવારની કુલ ટકાવારી બોણો પણ 71% મળી છે. તેમજ કેન્દ્રીય બોર્ડમાં ધોરણ 12 માં કુલ 24,68 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 95% થી વધારે માર્ક્સ મેળવ્યા છે.

સીબીએસઈ ધોરણ 10 અને 12 પરીક્ષા પરિણામ ચેક કરવાની રીત | CBSE 10th and 12th result 2024

પોતાનું પરિણામ ચેક કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જાઓ.હવે અહીં ધોરણ 10 / 12 પરિણામ પર ક્લિક કરો.અહીં પોતાના રોલ નંબર શાળા નંબર અને એડમિટ કાર્ડ નંબર દાખલ કરો.લોગીન બટન પર ક્લિક કરો.હવે તમે પોતાની માર્કશીટ જોઈ શકો છો.

Read More- GSEB Gujarat 10th Result Merit list: ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર, 87.22 ટકા પરિણામ સાથે આ જિલ્લો ટોપ

Leave a Comment