Education Loan: નમસ્કાર મિત્રો, જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે અને પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની તીવ્રચાઓ ધરાવે છે પરંતુ પોતાની નાણાકીય સ્થિતિ સારી ન હોવાના કારણે પડી શકતા નથી તો તેમના માટે એજ્યુકેશન લોન મદદ કરે છે. એજ્યુકેશન લોન એ વિદ્યાર્થીને નાણાકીય બોર્ડની ચિંતા કર્યા વગર પોતાના શિક્ષણમાં આગળ વધવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે.
શું હોય છે આ શૈક્ષણિક લોન ? Education Loan
વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા એજ્યુકેશન લોન ઓફર કરવામાં આવે છે. એજ્યુકેશન લોન એ લોન નો પ્રકાર છે જે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય કરી મદદરૂપ બને છે આ લોન દ્વારા વિદ્યાર્થીઓના જુદા જુદા ખર્ચા પૂરા થાય છે જેમકે તેમનું રહેવાનું ટ્યુશન ફી પુસ્તકો ખરીદવા વગેરે.
કયા વિદ્યાર્થીને મળશે આ શૈક્ષણિક લોન ?
જે વિદ્યાર્થી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી હવે ભારતમાં અથવા તો વિદેશના કોઈ માન્યતા પ્રાપ્ત કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું છે અને અભ્યાસ કરી રહ્યો છે તેઓ આ શૈક્ષણિક લોન લેવા માટે પાત્રતા ધરાવે છે. જે કોઈ વિદ્યાર્થીઓ સ્નાતકની,અનુસ્નાતક, મેડિકલ અથવા બિઝનેસના કોઈપણ અભ્યાસક્રમ કરતા હોય તેઓ આ શૈક્ષણિક લોન લઈ શકે છે.
શૈક્ષણિક લોન લેવા માટે પાત્રતા
- રોનીના વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
- અરજદાર વિદ્યાર્થી ભારતમાં અથવા તો વિદેશમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત કોલેજે અથવા યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું હોવું જરૂરી છે.
- વિદ્યાર્થીનો શૈક્ષણિક રેકોર્ડ હોવો જરૂરી છે.
- વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક લોન આપનારના પાત્રતા માપદંડોને પૂરતા કરતી હોવી જોઈએ છે.
લોન લેવા માટેના દસ્તાવેજ
- વિદ્યાર્થીનું આધારકાર્ડ પાસપોર્ટ વોટર આઇડી કાર્ડ જેવા ઓળખના પુરાવા.
- વિદ્યાર્થીના રહેઠાણનો પુરાવો
- કુટુંબના વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે તેનું પ્રવેશપત્ર
- વિદ્યાર્થીનો શૈક્ષણિક રેકોર્ડ
- જે કોઈપણ કોર્સ કરતા હોય તેની ફીની પાવતી
એજ્યુકેશન લોનમાં મળતા લાભ
- એજ્યુકેશન લોન લીધા પછી વિદ્યાર્થીના તમામ ખર્ચા જેમકે ટ્યુશન ફી,રહેવાનું,પુસ્તકો અને અન્ય જુદા જુદા ખર્ચા પૂરા થઈ શકે છે.
- શૈક્ષણિક લોન લીધા પછી જ્યાં સુધી વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ ના થાય અથવા તો તેને નોકરીને મળે ત્યાં સુધી લોનની ચુકવણી મોકુફ રાખવામાં આવે છે.
- શૈક્ષણિક લોન એ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની નાણાકીય બોજ વિના ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મદદ કરે છે.
એજ્યુકેશન લોન(Loan) ના જુદા જુદા પ્રકાર
- સ્નાતકની એજ્યુકેશન લોન: જે કોઈ વિદ્યાર્થી અત્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે અને હવે અંદર ગ્રેજ્યુએટ કોર્સ કરે છે તેવો આ લોન લઈ શકે છે.
- પોસ્ટ ગ્રેજ્યુએટ એજ્યુકેશન લોન: જે કોઈ વિદ્યાર્થી સ્નાતકની ડિગ્રી મેળવેલી છે અને હવે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે અનુસ્નાતક અભ્યાસક્રમ કરી રહ્યા છે તેઓ આ લોન લઈ શકે છે.
- કારકિર્દી શૈક્ષણિક લોન: જે કોઈ વિદ્યાર્થી ભારતમાં અથવા વિદેશમાં બિઝનેસ કરતા હોય અથવા બિઝનેસ નો અભ્યાસ કરતા હોય તેઓ આ લોન લેવા પાત્રતા ધરાવે છે.
- પેરેન્ટસ લોન: જે કોઈપણ માતા-પિતા પોતાના બાળકના શિક્ષણ માટે ફાઇનાન્સ કરવા માંગતા હોય છે તેઓ આ લોન લઈ શકે છે.
Read More- SBI Sishu Mudra Loan Yojana: એસબીઆઈ શિશુ મુદ્રા લોન યોજના, રૂપિયા 50,000 ની લોન, આ રીતે કરો અરજી